Hello , કેમ છો મારા મિત્રો ?
આજે બધા જ ધંધા વાળા અને નોકરિયાત વાળા માટે સૌથી મોટો અવરોધ છે કોરોના .
કેમકે આપને બધા કઈ કે કઈ adjustment માં હોય છે પાન હાલ ની પરીસ્થિતિ ને કારણે ધંધા બંધ છે પણ બેંક કે બ્યાજ વાળા ના વ્યાજ તો ચાલુ જ છે.
એક બાજુ જોવા જઈએ કે ધંધો [ સેલ્સ દુકાન] બંધ છે અને ફેક્ટરી ચાલુ પણ માલ વેચવા જાવો ક્યાં ?
જો માલ વેચાય તો જ પૈસા નું રોટેશન ચાલે ફક્ત ફેક્ટરી વાળા થી ના ચાલે.
તમને એક વાત જણાવી દઉં કે , ઘર બેઠા પણ સેલ્સ થાય છે અને એ પણ ભારત ભર માં તેના માટે ઘણી બધી એપ્સ છે કે જેથી તમે ધંધો કરી શકો. એના માટે કોમેન્ટ કરી ને જણાવો તો અમે એના માટે માહિતી વાળો વિડીઓ બનાવીશું.
હવે આપણે વાત કરીશું ધંધા વાળા [ ધંધા વાળા માટે લેવામાં આવતી લોન ને બીઝનેસ લોન] માટે અને પછી વાત કરીશું નોકરી વાળા [ માટે લેવામાં આવતી લોન ને પર્સનલ લોન તરિખે ઓળખાય છે ] માટે.
ધંધા વાળા માટે :
લોન માટે કોઈ ધંધો નેગેટીવ નથી કેમ કે ધંધો છે તો જ બેંક કે NBFC છે . બરાબર ને ?
પરંતુ હાલ કોરોના જેવી મહા મારી ને કારણે કંપની વાળા પોલીસી માં ફેરફાર કર્યા કરેછે અને એની અસર ધંધા પર થાય છે.
કેમ કે કંપની વાળા જે ધંધા કોરોના ને લીધે બંધ ના થાય એવા ધંધા જેમ કે મેડીકલ , કિરાણા સ્ટોર , દૂધ જેવી વસ્તુ જેને Essential Business તરીખે ઓળખાય છે . આવા ધંધા વાળા માટે બધી બેંક આપવા તૈયાર થાય છે.
પરંતુ બીજા ધંધા જેમકે હાર્ડવેર , ટેક્ષટાઈલ , રિટેલ શોપ , જેવા અન્ય બધા ધંધા જે હાલ પુરતી કોરોના ને લીધે માઠી અસર પડેલી છે. જો સેલ્સ બંધ હોય તો આવક નહિ આવતી તો હપ્તો ક્યાંથી ભરશે એના કારણે ઘણી બધી કંપની ને અસર પડે છે.
જો તમારે લોન ની જરૂર હોય તો તમે જેમકે બીઝનેસ લોન , પ્રોપર્ટી પર , સીસી ઓડી જેવી લોન લઈને તમે હાલ પુરતી જરૂરિયાત ને પૂરી કરીને ધંધા ને આગળ વધારી શકો છો.
લોન લેવા માટે ના પુરાવા :
પાન કાર્ડ
આધાર કાર્ડ
૨ / ૩ વર્ષ ના રીટર્ન
૧ વર્ષ બેંક સ્ટેટમેન્ટ
ધંધા નો પુરાવો
અમુક શરતો :
બીઝનેસ લોન [ ધંધા વાળા માટે] ધંધા નો પુરાવો જેમકે ગુમાસ્તાધારા , GST , FSSAI કે ધંધા માટે ભરવા માં આવતો ટેક્ષ , IEC Code જેવા પુરાવા માન્ય રાખવા માં આવેછે.
લોન ની અરજી કરતી વખતે ક્રેડીટ સ્કોર 650 વધુ જનરલી બધે જ માંગે છે.
જો એ જ બેંક કે NBFC માં માં અરજી કરેલ હોય તો ફરી પછી ૬ મહિના પછી કરી શકો.
કેટલા દિવસ લાગે ?
લોન માટે જનરલી 1 થી 2 દિવસ માં એપ્રુવલ આવી જાય છે and પેમેન્ટ ૩ થી ૫ દિવસ માં.
વધુ માં વધુ લોન કેટલી મળે ?
જનરલી 50 rs થી ૩૫ લાખ સુધી ની મળવા પાત્ર. [ એક વાત જણાવી દઉં કે લોન ની અરજી મુકો એટલી જ થાય એ વાત નહિ કેમ કે એમાં ઘણા બધા ફેક્ટર ની ગણતરી થતી હોય છે જેમકે તમારા આવક ની સામે તમારી હપ્તા ભરવાની કેપેસિટી ]
પુરાવા કઈ રીતે મોકલવા ?
પુરાવા તમે mail કે whatsapp દ્વારા કરી શકો છો
ક્યાં ક્યાં સીટી માં લોન માટે અરજી કરી શકાય ?
જનરલી બધા જ સીટી માં થાય જેમકે સુરત , અમદાવાદ , બરોડા ,વાપી , રાજકોટ , મહેસાણા, જામનગર , આણંદ , હિંમતનગર જુનાગઢ જેવા સીટી માં બીઝનેસ લોન અરજી કરી શકાય.[ ગામડા કે સીટી થી 15 km ની રેંજ ની બહાર હોય તો શક્યતા ઓછી છે ]
ચાર્જીસ કયા કયા લાગે ?
પ્રોસેસ ફી , ઇન્સુરંસ અને સ્ટેમ્પ પેપર અને અગ્રીન્મેન્ત ના જ ચાર્જ લાગે જે માંથી મોટા ભાગના ખર્ચા બેંક માં કપાય ને જ આવેછે .
પ્રોસેસ કઈ રીત ની હોય છે.
સૌથી પેલા જરૂરી પુરાવા આપવાના હોય છે.
ત્યાર બાદ પ્રોસેસ દરમિયાન બીજી વિગતો અને OTP જેવી માહિતી નાખ્યા પછી સ્કોર કાર્ડ કરે જેથી તેના આધારે ખબર પડે કે ચાંસેસ કેટલા ટકા છે.
ત્યાર બાદ બેંક ની જરૂરી કાર્યવાહી જેવી કે વેરિફિકેશન કે બીજી અન્ય ચેક થાય અને ત્યાર બાદ ફાઈનલ લોન મંજુર થાય.
જો તમે મંજુર હોય તો અગ્રીન્મેન્ત કરી આપો એટલે ૧ થી ૨ દિવસ માં તમારા બેંક ના ખાતા માં જમા થશે.
અમુક શરતો:
જો બહુ બધી લોન ચાલતી હોય તો રિજેક્ટ થવા ના ચાન્સ વધી જાય .
જો હપ્તા રેગુલર ના હોય તો અરજી કરવી જ નહિ. કેમકે Credit સ્કોર સારો હોવો જરૂરી.
જેટલી વિગતો ની પારદર્શિતા આપશો એટલી જ લોન માટે સરળતા રહેશે. જેમકે લોગીન ક્યાં કરેલી , હપ્તા બધા રેગ્યુલર છે કે?
જો તમારે અરજી કરવી હોય તો નીચે આપેલ બટન પર કલીક કરો એટલે ફોર્મ ખુલશે એ વિગતો ભરીને submit કરશો
માહિતી સારી લાગે તો કોમેન્ટ કરો અને શેર કરો.